Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

૬૭ વર્ષના રિટાયર્ડ શિક્ષકે ઘુવડની લીધેલી તસ્વીર સોશ્યલ મીડિયામાં વાયરલ

સોશિયલ મીડિયા પર હાલ કેટલીક તસવીરો ખુબ વાઈરલ થઈ રહી છે. જેમાં ઝાડમાં એક ઘુવડ સૂતેલું જોવા મળે છે. તસવીર લોકોનું ખુબ ધ્યાન ખેંચી રહી છે. પહેલીવાર જોતા તસવીરમાં તમને સમજમાં નહીં આવે કે તેમાં ઘુવડ છૂપાયેલું છે.

દુનિયાભરમાં વાઈરલ થઈ રહેલી ઘુવડની તસવીરો 67 વર્ષના એલિસ મેક્કેએ લીધી છે. મેક્કે એક રિટાયર્ડ સ્કૂલ ટીચર છે જે કેન્ડા સ્થિત પોતાના હોમટાઉન ઓટાવા ગઈ હતી. મેક્કેએ જણાવ્યું કે બ્રિટાનીયા કન્ઝર્વેશન એરિયામાં ફરતી વખતે મારી નજર ઝાડની બખોલમાં આરામથી સૂઈ રહેલા ઘુવડ પર પડી. મેં પહેલીવાર કોઈ ઘુવડને રીતે છૂપાઈને સૂતા જોયું. જેને જોઈને મને ખુબ રોમાંચનો અનુભવ થયો.

સામાન્ય રીતે ઘુવડ શિકારીઓથી બચવા માટે નીતનવા તરીકા અપનાવીને છૂપાતા હોય છે. અત્રે જણાવવાનું કે દુનિયાભરમાં ઘુવડોની લગભગ 200 જેટલી પ્રજાતિઓ છે. જેમાંથી કેનેડામાં 16 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.

(4:56 pm IST)