Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

નેલ્સન મંડેલાએ દોરેલા જેલના દરવાજાનું ઓકશન થશે, કિંમત ૪૨ થી ૬૨ લાખ રૂપિયા અંકાઇ

ન્યુયોર્ક : સાઉથ આફ્રિકાના સ્વર્ગીય નેતા નેલ્સન મંડેલા ૧૯ વર્ષ રોબેન આઇલેન્ડની જેલમાં રહ્યા હતા. એ દરમ્યાન તેમણે એક ડ્રોઇંગ દોરેલું. તેમણે વર્ષોથી પોતાની નજર સામે જેલનું તાળું લટકતું દેખાતું હતું એનું ચિત્રણ એમાં કરેલું. આ ચિત્ર આગામી મહિને ન્યુયોર્કમાં વેચાવા નિકળ્યું છે. રોબેન આઇલેન્ડની જેલના દરવાજાનું ચિત્ર નેલ્સન મંડેલાએ ૨૦૦૨ની સાલમાં દોયુંર્ હતું. મે મહિનાની બીજી તારીખે થનારા એના ઓકશનમાં આ ડ્રોઇંગની કિંમત ૬૦,૦૦૦ થી ૯૦,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૪૨ થી ૬૨ લાખ રૂપિયા સુધી અંકાઇ રહી છે.

(11:41 am IST)