Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

મ્યાંમારમાં સૈન્યની સતા પોતાના હાથમાં લેતા હિંસક વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી: મ્યાંમારમાં સૈન્યએ સત્તા પોતાના હાથમાં લઇ લીધી છે ત્યારથી હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. દરમિયાન સૈન્ય દ્વારા પ્રદર્શનકારીઓ પર અત્યાચાર પણ જારી છે. રવિવારે મ્યાંમારમાં મોટી સંખ્યામાં અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

           આ મૃતદેહો પ્રદર્શનકારીઓના હતા જેઓ સૈન્યના અત્યાચારને કારણે મોતને ભેટયા છે. દરમિયાન રવિવારે કેરેન રાજ્યમાં ગામડાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી જેમાં અનેક નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે ડરના માર્યા ત્રણ હજારથી વધુ નાગરિકો મ્યાંમારની સરહદ પાર કરીને પાડોશી દેશ થાઇલેંડ જતા રહ્યા હતા. રવિવારે પણ મ્યાંમારમાં મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનો જારી રહ્યા. સૈન્યએ લોકો પર ભારે ગોળીબાર પણ કર્યો છે. મ્યાંમારના યાંગૂન, મીકિટીલા, મોનીવા અને મંડાલે સહિત અનેક શહેરોમાં અંતિમ સંસ્કાર પહેલા લોકતંત્રના સમર્થનમાં પ્રદર્શનકારીઓના મૃતદેહોની અંતિમ યાત્રા નિકળી હતી.

(3:57 pm IST)