Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ઈરાનમાં ફસાયેલ 340 પાકિસ્તાનીઓને પરત લાવવા માટે તાફતાન બોર્ડર ખોલવામાં આવશે

નવી દિલ્હી:પાકિસ્તાને શુક્રવારના રોજ સાંજના સમયે ઈરાનમાં ફસાયેલ પાકિસ્તાનીઓને પરત લાવવા માટે તાફતાન બોર્ડરને અસ્થાયી રૂપથી ખોલી દેવામાં આવ્યું છે.આ લોકોમાં 184 તીર્થયાત્રીઓનો સમાવેશ થઇ રહ્યો છે.પ્રધાનમંત્રીના વિશેષ સહયોગી જફર મિર્જાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સરકારે આવનાર થોડાક સમયમાં સ્વાસ્થ્ય તપાસ પછી આ લોકોને ધીરે-ધીરે જવા માટે અનુમતિ આપી દીધી હતી.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઈરાનમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસના કારણોસર પાકિસ્તાને 23 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન-ઈરાન બોર્ડર બંધ કરી દીધી હતી તાફતાનના આસિસ્ટન્ટ કમિશ્નર નજીબુલલાહ કામરાનીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તીર્થયાત્રીઓ,વ્યાપારીઓ અને મજૂરો સહીત જે લોકો ઈરાનથી પરત ફર્યા છે તેમના પ્રવેશ સ્થાન પર સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી રહી છે.

(5:53 pm IST)