Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ગ્લોબલ વોર્મિંગના કારણોસર ક્લાઈમેટમાં સતત વધારો:આર્ક્ટિકમાં રહેતા પોલર રીછ પર પડી તેની અસર

નવી દિલ્હી: ગ્લોબલ વોર્મિંગના લીધે ક્લાઇમેટમાં સતત ફેરફાર સામે આવી રહ્યા છે. જંગલ નષ્ટ થઇ રહ્યા છે પીવાના પાણીથી લઇ દરિયો પ્રદૂષિત થઇ રહ્યો છે. જે રીતે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પર્યાવરણને નષ્ટ કરવા પર ઉતર્યું છે એવામાં આર્કટિકમાં રહેનાર પોલર બિયર એટલે કે ધ્રુવીય રીંછની આવી તસવીરો કેટલાંય પ્રશ્નો ઉઠાવે છે.

ક્લાઇમેટ ચેન્જના કારણે ધ્રુવીય ક્ષેત્રોમાં જળવાયુ પરિવર્તનથી પર્યાવરણ ખરાબ રીતે પ્રભાવિત થઇ રહ્યું છે. જળવાયુ પરિવર્તને ધ્રુવીય રીંછને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. આથી તેઓ નરભક્ષી (પોતાની જ પ્રજાતિને ખાનાર) બની ગયા છે. જો કે એવું મનાય છે કે ધ્રુવીય રીંછમાં નરભક્ષી સ્વભાવ જોવા મળ્યો હતો. પરંતુ પૃથ્વી પર જે રીતે ભોજન અને સંસાધનોની સારી માત્રા હોવાના લીધે તેમણે કયારેય પોતાની પ્રજાતિના પ્રાણીઓને ખાધા નથી. તો વ્યક્તિ પર્યાવરણનું શોષણ એટલી હદે કરી રહ્યા છે તેના લીધે ગ્લોબલ વોર્મિંગ વધતું જઇ રહ્યું છે. તેના લીધે આર્કટિકમાં તાપમાન પણ વધી રહ્યું છે, આથી આર્કટિકમાં હાજર બરફ પીગળી રહ્યો છે.

(5:52 pm IST)