Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

અમેરિકા અને આતંકી સંગઠન તાલિબાને આજે કરશે કતરની રાજધાની દોહામાં શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર

નવી દિલ્હી: અમેરિકા અને આતંકી સંગઠન તાલીબાન આજે કતરની રાજધાની દોહામાં શાંતિ સમજૂતિ પર હસ્તાક્ષર કરશે. આ હસ્તાક્ષર બાદ બન્ને દેશો વચ્ચે વર્ષેાથી ચાલ્યા આવતાં યુદ્ધનો અતં આવશે. અફઘાનિસ્તાનમાં શાંતિ અને સુલેહની પ્રક્રિયાનો ભારત પણ એક મહત્ત્વનો પક્ષકાર છે. કતરમાં ભારતના રાજદૂત પી.કુમારન પણ આ સમારોહમાં ભાગ લેશે. આ પહેલો અવસર હશે યારે ભારત તાલીબાન સાથે જોડાયેલા કોઈ મામલામાં સત્તાવાર રીતે સામેલ થયું હશે.

૯૧૧ના હુમલાના જવાબમાં તત્કાલિન અમેરિકી રાષ્ટ્ર્રપતિ યોર્જ બુશ જુનિયરે ત્યારે તાલીબાનના કબજામાં રહેલા અફઘાનિસ્તાન પર હુમલો કર્યેા હતો. આજે થનારી સમજૂતિથી અફઘાનિસ્તાનમાં ખૂનખરાબાના તબક્કાના અંતની આશા સેવાઈ રહી છે. અફઘાનિસ્તાનમાં તાલીબાન વિરુદ્ધ જંગમાં અમેરિકાને ૭૫૦ અબજ ડોલરથી વધુનો ખર્ચ કર્યેા હતો.

(5:51 pm IST)