Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સાઉદી અરેબિયામાં આજે છે વિશ્વની સૌથી અમીર હોર્સ-રેસઃ એમાં નિકોલી કયુરી પ્રથમ મહિલા જોકી છે

દુબઇ,તા.૨૯: સાઉદી અરબમાં વિશ્વની સૌથી અમીર હોર્સ-રેસ યોજાઈ રહી છે, જેમાં ઇનામની રકમ લગભગ ૧૪૩ કરોડ રૂપિયા જેટલી છે. રેસના વિજેતાને ૭૨ કરોડ રૂપિયાનું રોકડ ઇનામ મળશે તથા રનરઅપને ૨૫ કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત ૧૦મા ક્રમે આવનાર સ્પર્ધકને પણ મોટી રકમનું ઇનામ મળશે.

આ હોર્સ-રેસની વિશેષતા એ છે કે ૭ આંતરરાષ્ટ્રીય મહિલા જોકીમાંથી એક નિકોલી કયુરી સાઇદી અરબમાં યોજાનારી રેસમાં ભાગ લેનાર પ્રથમ મહિલા હશે.

અબ્દુલ અજીજ રેસ-ટ્રેક પર શનિવારે યોજાનારી ૧૮૦૦ મીટરની આ રેસ જોવા માટે લગભગ ૧૦,૦૦૦ કરતાં વધુ દર્શકો પહોંચશે. આ ખેલ સાઉદી અરબમાં રમત-ગમતને પ્રોત્સાહન આપશે તેમ જ આંતરરાષ્ટ્રીય દ્યોડાઓનો વેપાર શરૂ થવા તેમ જ વૈશ્વિક સ્તરે રેસિંગમાં સાઉદી અરેબિયાની ઓળખ બનાવવાની દિશામાં આ પ્રથમ પગલું હશે.

(3:33 pm IST)