Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

રશિયાના એક ગામમાં થયો બ્લેક સ્નોફોલ.......

નવી દિલ્હી: રશિયામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંના એક દૂરના ગામના રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે તેઓ પ્રદૂષિત શિયાળાનો સામનો કરી રહ્યા છે. જેના કારણે સફેદ બરફ પડવાને બદલે કાળો બરફ (રશિયામાં બ્લેક સ્નોફોલ) પડી રહ્યો છે. રશિયાના ફાર ઇસ્ટમાં સાઇબિરીયાના મગાડન પ્રદેશમાં ઓમસુકચન(Omsukchan)ના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમના બાળકો રાખ અને કાળા બરફથી ઢંકાયેલા રમતના મેદાનોમાં બ્લેક સ્નોફોલ રમતા હતા. આ ગામમાં કોલસાથી ચાલતો ગરમ પાણીનો પ્લાન્ટ છે, જે અહીંના ચાર હજાર લોકોને જરૂરી ગરમી પૂરી પાડે છે. પરંતુ તેમાથી નીકળતો કાળો કલર અને ધૂળના કારણે પ્રદુષણમાં પણ વધારો થયો છે. ઠંડીથી વસેલ આ વિસ્તારમાં કાળો બરફ પડ્યો છે. સ્ટાલિન અહીં રાજકીય કેદીઓને બળજબરીથી મજૂરી કરાવવા મોકલતો હતો. એક રહેવાસી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ઓમસુકચન ગામમાં બર્ફ જામેલી છે. જાન્યુઆરી મહિનો છે અને બાળકો અહીં કાળા બરફમાં રમી રહ્યા છે. આ રીતે અમે અહીં 21મી સદીમાં જીવી રહ્યા છીએ. અન્ય એકે કહ્યું, આ ઓમસુકચન ગામ છે અને બરફ કાળો છે, સંપૂર્ણ કાળો.

 

(8:04 pm IST)