Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

તાલિબાને કર્યો પોલીસ સ્ટેશન પર હુમલો: 13 અફઘાન સૈનિકો શહીદ થયા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કૂદુંજ પ્રાંતમાં રાતના સમયે તાલિબાન દ્વારા કરવામાં આવેલ હુમલામાં ઓછામાં ઓછા 13 સૈનિકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે અધિકારીઓએ આજ રોજ વાતની જાણકારી આપી છે. સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાન આતંકવાદીઓના એક સમૂહે મંગળવારના રોજ દશત--અર્ચિ જિલ્લામાં પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.

              કૂદુંજ પ્રાંતીય પરિષદના ઉપ પ્રમુખ શફિઉલલાહ અમીરીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુરક્ષાબળોના 13 સિનિકો શહીદ થયા છે જેમાં 12 સૈનિકો છે અને એક પોલીસ કર્મીનો સમાવેશ થઇ રહ્યો છે. દરમ્યાન 8 સૈનિકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:19 pm IST)