Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

એએનએએ તાલિબાનની જેલમાંથી પોતાના 62 અધિકારીઓને મુક્ત કરાવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના અફઘાન નેશનલ આર્મી બળોએ પશ્ચિમોત્તર બદગીસ પ્રાંતમાં તાલિબાનના એક જેલમાં બંધ પોતાના 62 અધિકારીઓને મુક્ત કરાવ્યા છે. કાબુલના ગવર્નર અબ્દુલ ગફુર મલિકજેઈએ બુધવારના રોજ વાતની જાણકારી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

                વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એએનએનાં જવાનોએ બાલા મુગાર્બ જિલ્લામાં મંગળવારના રોજ તાલિબાનના એક જેલમાં હુમલો કરીને તેમાંથી 62 એએનએ અને પબ્લિક ઓર્ડર પોલીસ અધિકારીઓને મુક્ત કરાવ્યા છે.

(6:18 pm IST)