Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

હસના મના હૈ : આ બહેન જો હસે તો ઊંઘમાં સરી પડે છે

લંડન તા૨૯ : ઇગ્લેન્ડના નોર્ટિગહેમ શહેરમાંરહેતી બાવીસ વર્ષની જેસિકા સાઉથોલ નામનીકન્યાને અત્યંત વિચીત્રઅને રેર ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. નેકોલેપ્સી નામની આ બીમારીને કારણે મેમિકા કોઇપણ પ્રકારના તીવ્ર ઇમોશન્સ અનુભવે તો તરત જ ઊંઘમાં સરી પડે છે. ખાસ કરીને તીવ્ર પોઝિટીવ લાગણીઓ અનુભવે ત્યારે તેના શરીરના મસલ્સ રિલેકસથઇ જાય અને તે ન ઇચ્છે તોય ઊંઘમાં સરી પડે. આ જ કારણોસર તેજો ખડખડાટ હસે તો પણ તેને ઊંઘ આવી જાય છે. માત્ર હસવુંજ નહીં સેકસ્યુઅલ પ્લેઝર વખતે પણ બહેનની આ જ હાલત થાય છે. જયારે પણ ઓર્ગેઝમ ફીલ કરે ત્યારે તે ઊંઘી જાય છે. હસ્યા પછી કે ઓર્ગેઝમ અનુભવ્યા પછી તેના શરીરમાં જયાં સુધી લાગણીઓનો ઉછાળ શમે નહીં ત્યાં સુધી તેને ઉઠાવવાનું લગભગ અશકય બની જાય. લાગણીઓ શમે એટલે તે આપમેળે જાગી જાય. જેસિકા દિવસમાં ૧૩ કલાક ઊંઘેછે અનેછતાં દિવસ દરમ્યાન તેણે કયાંય જોરથી હસવું ન આવી જાય એનું ધ્યાન રાખવુપડેછે. નવાઇની વાત એ છે કે જયારે પણ તેને લાગણીઓના ઉછાળને કારણે ઊંઘના  હુમલા આવે ત્યારે તેહકીકતમાં જાગતી હોય છે. અને તેની  આજુબાજુમાં શું બની રહ્યું છે એ જોઇ-જાણી શકતી હોય છે, પણ તેના શરીરના મસલ્સમાં એને રીએકટ કરવાની તાકાત બચી નથી હોતી.

(3:52 pm IST)