Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

પ્રેમ કરવા માટે હવે 'લવ-લીવ'

૩૦ વર્ષની મહિલાઓને ૮ દિ'ની ખાસ રજા

બીજીંગ તા. ૨૯ : ઘણી વાર એવું થાય છે કે ઓફિસને લીધે તમને તમારા સાથીને મળવા માટે સમય નથી મળતો. ઘણી વખત જયારે તમને લાંબો સમય રાહ જોયા પછી મળવાની તક મળે છે, ત્યારે પણ ઓફિસમાં મીટિંગ કે અસાઇનમેન્ટને કારણે તમારે તેમારી ડેટ કેન્સલ કરવી પડે છે. જેના કારણે, તમારા સાથીનો મૂડ વધુ ખરાબ થાય છે. તેમજ ઓફિસમાં મન પણ નથી લાગતું. પરંતુ હવેથી આવું બનશે નહીં, કારણ કે હવે ઓફિસ જ તમને પ્રેમ કરવા માટે રજાઓ આપશે. આ સાંભળીને તમને વિશ્વાસ જ નહીં થાય.

જી હા, ચીનમાં આ વિશિષ્ટ સુવિધા આપવામાં આવી રહી છે. ચાઇનામાં, ૩૦ વર્ષની મહિલાઓને ૮ દિવસની ખાસ રજા આપવામાં આવી છે, જેથી તેઓ પાર્ટનરને ડેટ કરી શકે. પૂર્વ ચાઇનાના 'હોંગઝાઉની ૨ કંપનીઓ મહિલા કર્મચારીઓને ડેટિંગ માટે વિશેષ લીવ આપી રહી છે. આ રજાઓને અહીં 'લવ-લીવ' કહેવામાં આવે છે. આ રજાઓ વર્ષમાં એક વાર આપવામાં આવે છે.

હકીકતમાં, ચીનમાં કેટલીક મહિલાઓ કામમાં એટલી વ્યસ્ત છે કે તેઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. તેથી જ કંપનીઓ આમ કરી રહી છે જેથી મહિલા કર્મચારીઓને વધારાની રજા મળ્યા પછી પુરુષો સાથે સંપર્કમાં રહેવાની તક મળશે. કંપનીઓના આ પગલાથી, ચોક્કસપણે  સ્ત્રીઓને વ્યાવસાયિક જીવન સિવાય વ્યકિતગત જીવન બનાવવાની એક તક મળશે. કરવા માટે રજાઓ અપાય છે.(૨૧.૭)

(10:16 am IST)