Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

વધારે લીંબુ પાણી પીવાથી થઈ શકે છે સાઈડ ઈફેકટસ

કોઈને પણ કઈક બીમારી હોય તો આપણે તેના ઘરેલું નુસ્ખાઓ શોધી કાઢીએ જ છીએ. મોટા ભાગે લોકો વજન ઘટાડવા માટે સવારે ઉઠતા જ લીંબુ પાણીનુ સેવન કરે છે. લીંબુને પાણીમાં નીચવીને પીવાથી વિટામિન-સી, પોટેશિયમ અને ફાઈબર પ્રાત્પ થાય છે. જોકે, આનું વધારે પડતું સેવન કરવાથી તેની સાઈડ ઈફેકટસ પણ થાય છે.

દાંતમાં ઠંડુ-ગરમ લાગવાની અનુભૂતિ- લીંબુમાં સાઈટ્રસ એસિડ હોય છે, જેનું દાંતમાં વધુ સંપર્ક થવાથી  દાંત સંવેદનશીલ બની જાય છે. જો તમારે લીંબુ પાણી પીવું હોય તો તેને હંમેશા સ્ટ્રોથી પીઓ જેથી પાણી દાંતને ન અડે.

છાતીમાં બળતરા- જો તમને એસિડિટીની સમસ્યા હોય તો, લીંબુ પાણીને તરત જ બંધ કરી દો. કારણકે આમાં એસીડ હોય છે.

પેટનુ ખરાબ થવું- ઘણી વખત લોકો ખાવાનું પચાવવા માટે લીંબુ પાણીનું સેવન કરતા હોય છે. કારણકે  એસીડ પચાવવામાં મદદરૂપ થાય છે. પણ, પેટમાં એસીડની માત્ર વધી જવાથી પેટ ખરાબ થઈ શકે છે. લીંબુને હંમેશા ભોજનમાં મેળવવીને જ ખાવું.

ડિહાઈડ્રેશન- લીંબુ પાણી પીવાથી વારંવાર પેશાબની સમસ્યા રહે છે. જેનાથી બોડીમાં વારંવાર ડિહાઈડ્રેશન થાઇ છે. એટલા માટે જ જ્યારે લીંબુ પાણીનુ સેવન કરો ત્યારે, આખા દિવસમાં ખૂબ પાણી પીઓ.

(9:50 am IST)