Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

બેસ્ટ લાઈફ જીવવા માટે આ રીત અપનાવો અને રહો હેપ્પી

કહેવાય છે કે સારી આદતોને અપનાવવાથી આપણી લાઈફ બદલાય જાય છે. જ્યારે ખરાબ આદતો માણસોની લાઈફ ખરાબ કરે છે.

દુનિયાની બધી વસ્તુઓ ફકત પૈસાથી જ નથી મળતી. પૈસા હોવા છતા પણ દુનિયાના અનેક લોકો ગરીબ હોય છે. અમુક વસ્તુઓ કે વાતો એવી હોય છે જેણે આપણે લાઈફમાં અપનાવી જરૂરી છે. અહિ દર્શાવેલ આદતોને આપનાવવાથી તમારી લાઈફ હેપ્પી થઈ જશે.

 સવારે વહેલું ઉઠવું, સવારે જલ્દી ઉઠવાથી એક અલગ જ અનુભવ થાય છે. એવું લાગે કે જાણે પ્રકૃતિ આપણું સ્વાગત કરતી હોય. સવારે પહેલા ઉઠીને સૂર્યોદયના દર્શન કરવાથી આપણને એક નવી એનર્જી મળે છે.

 હંમેશા આપણને એ જ વ્યકિત પસંદ આવે જે બીજાની મદદ કરતો હોય. તમારી આ આદત કોઈને પણ તમારા દિવાના બનાવી શકે છે. ફકત આટલું જ નહિં જ્યારે આપણે કોઈ બીજાની મદદ કરીએ છીએ ત્યારે આપણને અંદરથી જ ખુશી, સુકુનનો અહેસાસ થાય છે. આપણને ખુદ એવું ફિલ થાય છે કે મારામાં પણ માનવતા જેવો કઈક ગુણ રહેલ છે. લોકોને મદદ કરવાથી ઈજ્જત અને ઓળખાણ વધશે. એમ પણ કહેવાય છે કે જે વ્યકિતને આપણે મદદ કરીએ છીએ તે મદદ કરનાર વ્યકિતને કયારેય નથી ભૂલતા.

 બેસ્ટ લાઈફ જીવવા લાઈફને હેલ્ધી બનાવવી. આખો દિવસ જંક ફાસ્ટફૂટ ખાવું જરૂરી નથી. આના માટે તમારે હેલ્ધી ખોરાક લેવો જરૂરી છે. જો તમારૂ સ્વાસ્થ્ય સારૂ હોય તો જ તમે બેસ્ટ ફિલ કરી શકશો. આના માટે તમે સવારે બ્રેકફાસ્ટમાં તાજા ફળો કે જ્યૂસનું સેવન કરવું જરૂરી છે.

 ઉપરાંત લાઇફમાં થોડી પ્રણાયામ અને યોગને પણ જગ્યા આપવી જોઈએ. આના પણ ઘણા બધા ફાયદાઓ છે. આનાથી ઘણા બધા રોગોને નશ થાય છે. દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે પ્રકૃતિને સમય આપવો.

 કામ(કરિયર) એવું કરો કે જ તમને પસંદ હોય, તમારા લાયક હોય. જેણે કરવામાં તમને ખુબ જ આનંદ થાય અને તમને એ થાય કે બસ આ કામ કર્યા જ કરીએ. દિવસ દરમિયાન એક  કલાક એવો સમય કાઢવો જેમાંથી તમે તમારૂ મનોરંજન કરી શકો. જેમકે- ફ્રેન્ડ્સ સાથે ગપ્પા, મ્યૂઝીક સાંભળવા, મિત્રો સાથે આઉટીંગ, લોંગ ડ્રાઈવ વગેરે કરવું.

 કોઈ પણ નવી વસ્તુઓને શીખવામાં રૂચી રાખવી. આના માટે સારા પુસ્તકોનું વાંચન, મોટીનેશન વિડીયોઝ વગેરે જોવું. આનાથી તમારા સપનાઓને નવી દિશા મળશે.આજની બીઝી લાઈફસ્ટાઈલમાં આપણે કામના પ્રેશરથી એટલા બધા થાકેલા હોઈએ છીએ કે આપણને કામ સિવાય કઈ જ નથી દેખાતુ. જોકે આ બધું કરવાથી તમને પણ એવું થશે કે હું પણ દુનિયા સાથે આગળ વધી રહ્યો છુ.

 પોતાના આત્મવિશ્વાસને હંમેશા ઉંચો રાખવો. આનાથી તમે ઘણા મોટા મોટા કામોને શાંતિથી પાર પાડી શકો છો. જોકે આ બધાનામાં હોવો જ જોઈએ.

(9:50 am IST)