Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

બોલો, પરીવારે પાળેલા કુકડાની મરણનોંધ છાપામાં છપાવી

નવી દિલ્હી, તા., ૨૯: અમેરીકાના ટેકસાસ રાજયની હયુસ્ટન સીટીમાં સ્ટીફની અને ગ્રેગોરી નામના કપલે છેલ્લા ૬ વર્ષથી એક કુકડો પાળ્યો હતો. કુકડો પરીવારના સદસ્ય જેવો જ હતો. ર૦૧૩ માં એના  પહેલાના માલીકે એને મારી નાખવાનું નક્કી કરેલું. પરંતુ આ પરીવરે એને દતક લઇ લીધો. શરૂઆતમાં આ કુકડાને નવા વાતાવરણમાં સેટ થતાં વાર લાગી. પરંતુ પછી વાંધો નહોતો આવ્યો. આ કુકડો તેમના ઘરની બહાર આવેલા સ્વીમીંગ પુલમાં બોટ લઇને એકલો કુદકયા કરતો. નવા ઘરમાં એને બીગ મામા નામ આપવામાં આવ્યું હતું. ગયા શનિવારે બીગ મામાએ ઉંઘમાં જ છેલ્લા શ્વાસ લીધા હતા. પરીવારનો પ્યારો પાળેલો કુકડો વિદાય થઇ જતા સ્ટીફની અને ગ્રેગોરીએ એની સાથેની પોતાની યાદો માટે એક ન્યુઝ પેપરમાં મરણનોંધ છપાવી હતી. આ માટે તેમણે પૈસા પણ ચુકવ્યા હતા. મરણનોંધમાં બીગ મામા તેમના પરીવારને કેટલું સુનુ લાગે છે એ બધુ જ લખવામાં આવ્યું હતું.

(4:09 pm IST)