Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

હેવાનિયતઃ એકસ વાઇફના ટુકડા કરી ખાઇ ગયો શખ્સ

મેકિસકોમાં બની ધ્રુજારી દેનારી ઘટના

ન્યૂયોર્ક તા. ૨૯ : મેકિસકોના એક શખસે પોતાની પૂર્વ પત્નીના ટૂકડા કરીને તેને રાંધ્યા અને ખાઈ ગયો. થોડા બચેલા ટૂકડાને તેણે સ્ટવ અને પ્લાસ્ટિક બેગમાં છૂપાવી દીધા. મહિલાના અચાનક ગાયબ થઈ જવાથી તેના પરિવારજનો ચિંતામાં હતા. ૨૨ જાન્યુઆરીના રોજ તેના પૂર્વ પતિના ઘરેથી માગ્દાલેના અગિલાર રોમેરાની બોડીના અવશેષો સ્વટ પર મૂકેલા ઘડામાંથી મળ્યાં.

 

આ ઘટના સાઉથ મેકિસકોમાં આવેલા ગેરેરો રાજયના ટેકસકોનો છે. અહીં માગ્દાલેના સપરિવાર રહેતી હતી. તેના બે બાળકો પણ છે. પોલીસનું કહેવું છે કે, માગ્દાલેનાનો પૂર્વ પતિ સીઝર લોપેજ આર્સિનીગા જ આ ઘટનાનો મુખ્ય આરોપી છે. ખૂનીએ મહિલાની બોડીના ટૂકડા કરી પ્લાસ્ટિકની બેગમાં ભરી તેને ફ્રીજમાં સ્ટોર કરી દીધા હતા. સ્ટેટ સિકયોરિટીના પ્રવકતાએ જણાવ્યું કે, બોડીને જોઈને લાગે છે કે, તેને રાંધવામાં આવ્યું હતું.

મહિલાને છેલ્લે ૧૩ જાન્યુઆરીએ જીવીત જોવામાં આવી હતી. ત્યારે તે ટેકસકો સ્થિત પોતાના ઘરે જઈ રહી હતી. આ દિવસે બપોરે તે એકસ હસબન્ડના ઘરેથી પોતાના બાળકોને લેવા ગઈ હતી. પરંતુ ત્યાંથી પરત ફરી નહોતી. પોલીસનું કહેવું છે કે, તે ફરાર ખૂનીની તપાસ કરી રહી છે. અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે, આરોપીએ તેની પત્નીને કયા કારણોસર મોતને ઘાટ ઉતારી.

મેકિસકો સરકાર અને સંયુકત રાષ્ટ્ર મહિલા એજન્સીના એક રિપોર્ટ અનુસાર, છેલ્લા થોડા મહિનાઓમાં મહિલાઓ વિરુદ્ઘના અપરાધોમાં ભારે વધારો થયો છે. જે ગત દાયકાની સરખામણીમાં ખૂબ વધારે છે.(૨૧.૨૨)

(10:06 am IST)