Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

એરપોર્ટ પર પેરેન્ટ્સ પોતાના જ બાળકને જ ભૂલીને જતા રહ્યા

દુબઇ એરપોર્ટ પર બની ઘટના

દુબઇ તા. ૨૯ : એરપોર્ટ પર ઘણીવાર લોકો પોતાનો સામાન ભૂલી જાય છે, પરંતુ શું કયારેય સાંભળ્યું છે કે કોઈ પેરેન્ટ્સ પોતાના જ બાળકને એરપોર્ટ પર ભૂલી ગયા? દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી જ ઘટના જોવા મળી.

 

દુબઈ પોલીસને એરપોર્ટ પર એક રડતી બાળકી મળી, જેની ઉંમર લગભગ ત્રણ વર્ષ હતી. ખાસ વાત એ છે કે આ બાળકીને તેના માતા-પિતા એરપોર્ટ પર ભૂલીને જતા રહ્યા હતા. બાળકી એટલી નાની હતી કે પોતાના પરિવાર વિશે કઈપણ જણાવી શકતી નહોતી. પછી પોલીસે સીસીટીવી ફુટેજ તપાસ્યા અને બાળકીના પેરેન્ટ્સની ઓળખ કરીને તેમનો કોન્ટેકટ કર્યો.

એરપોર્ટના સુરક્ષા વિભાગના નિર્દેશક બ્રિગેડિયર અલી અતીક બિન લહેજના જણાવ્યા મુજબ બાળકીના પિતાને ફોન કરવામાં આવ્યો ત્યારે તે ઘરે જ પહોંચવાના હતા. તેમના ઘર માટે દોઢ કલાકના સફરમાં તેમને જાણ જ નહોતી કે તેમની દીકરી તેમની સાથે નથી.

વાસ્તવમાં સમગ્ર પરિવાર બે કારોમાં એરપોર્ટથી ઘરે જઈ રહ્યો હતો અને પિતાને લાગ્યું કે બાળકી બીજી કારમાં છે. જાણકારી મળ્યાના ત્રણ કલાક બાદ બાળકીનો પરિવાર તેને લેવા માટે એરપોર્ટ પહોંચ્યો હતો.(૨૧.૨૨)

(10:06 am IST)