Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

બેમિસાલ બનાના આર્ટ

લંડન, તા.૨૮: કોરોનાની મહામારીમાં અનેકોએ પોતાના કંટાળાને ક્રીએટિવિટીમાં તબદિલ કરવાનું કામ કર્યું છે. નવરાશની પળોમાં લોકોની અંદરની પ્રતિભા બખૂબી નિખરી આવી છે. આવી જ પ્રતિભા પોલેન્ડની એના કોઇનિસ્કા નામની કન્યાએ દર્શાવી છે. એનાએ નવરાશના સમયમાં કેળાની છાલ પર કારીગરી અજમાવવાની કોશિશ કરી હતી અને એમાંથી જે કળાનું નિર્માણ થયું એ ખરેખર દંગ રહી જવાય એવું હતું. એનાએ કાગળ પર કે કેન્વસ પર ડૂડલિંગ કરવાને બદલે ઘરમાં પડી રહેલા કેળા પર કોતરણી કળા કરી. તેણે કેળા પર પાતળા દાંતિયા અને પીનની કિનારી જેવી ચીજોની મદદથી કલાત્મક રીતે ઉઝરડા પાડ્યા અને એ પછી કેળાની છાલને ઓકિસડેશન માટે મૂકી રાખી. કલાકો વીતવાની સાથે એમાંથી ચોક્કસ પ્રકારની ડિઝાઇન ઊભરતી, જેની એના તસવીરો લઈ લેતી હતી. બનાના આર્ટ બહુ લાંબો સમય ટકતું નથી એટલે જોઈતું કલાત્મક પરિણામ મળી જાય એટલે તે કેળા ખાઈ જતી હતી. કેળા પર કોતરણી અને એ પછી ઓકિસડેશન દ્વારા કુદરતી આર્ટનો ઉભાર ધરાવતી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર મસ્ત દબદબો ધરાવે છે.

(10:21 am IST)