Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

કેટલીક સુગંધ કરાવી દે છે ભૂતકાળના ચોક્કસ અનુભવો

બર્લિન તા.૨૮: પહેલા વરસાદમાં ભીંજાતી માટીની ખૂશ્બૂ હોય કે નવા માટલામાં ભરેલા પાણીની સોડમ હોય એ મગજમાં કેટલીક યાદો ક્રીએટ કરે છે. બાળપણમાં રૂટીન કરતાં જુદા પ્રકારની સુગંધનો અનુભવ થયો હોય તો એ વખતની ઘટના તમને ખૂબ તીવ્રપણે યાદ રહે છે અને ફરીથી એવી ગંધ મળે ત્યારે એ ઘટનાની યાદો તાજી થઇ જાય છે. જર્મનીની રૂહ યુનિવિર્સટીના નિષ્ણાતોનું કહેવું છે કે ભૂતકાળને યાદ કરવામાં એની સાથે સંકળાયેલી ફ્રેગ્રન્સ પણ મહત્વનો ભાગ ભજવે છે. એ માટે મગજનો પ્રીફોર્મ કોર્ટેકસ નામનો ભાગ સંકળાયેલો છે. આ મગજ સુગંધ અને સોડમની ડિકશનરી જેવું છે. આ ડિકશરીમાં જે-તે સોડમ સાથે સંકળાયેલી યાદો સરળતાથી રીકોલ થઇ શકે છે.

(12:28 pm IST)