Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

સેન્ટ પીટર્સબર્ગમાં વિસ્ફોટ, ૪ ઘાયલ

સુપરમાર્કેટમાં થયો બોંબ વિસ્ફોટઃ આતંકવાદી હુમલો માની રહી છે સુરક્ષા એજન્સીઓ

મોસ્કો તા. ૨૮ : રશિયાના સેન્ટ પીટર્સબર્ગના સુપરમાર્કેટમાં એક બોંબ વિસ્ફોટમાં ૪ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. રશિયન ન્યૂઝ એજન્સીએ સેન્ટ પીટર્સબર્ગની ઈમરજન્સી સેવાઓના હવાલાથી જણાવ્યું છે કે, ૨૦૦ ગ્રામ વિસ્ફોટકવાળી એક ડિવાઈસ ફાટવાથી આ ઘટના બની. કસ્ટમર્સની બેગ્સ રાખવા માટે બનાવાયેલા સ્ટોરેજ વિસ્તારમાં આ વિસ્ફોટ થયો.

હજુ સુધી વિસ્ફોટની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. પરંતુ, સુરક્ષા એજન્સીઓ તેને આતંકવાદી હુમલો માનીને ચાલી રહી છે. તપાસ કમિટીએ વિસ્ફોટની તપાસ માટે ઘટના સ્થળ પર એકસપર્ટની કમિટીને મોકલી છે.

ઉલ્લેખનયી છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ મહિનાની શરૂઆતમાં જ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરી સીઆઈએ તરફથી બોંબ વિસ્ફોટની ટિપ આપવા માટે આભાર માન્યો હતો. આ વર્ષે એપ્રિલમાં સેન્ટ પીટર્સબર્ગમાં એક સબવેમાં થયેલા વિસ્ફોટમાં ૧૬ લોકોના મોત થઈ ગયા હતા, જયારે ૫૦ લોકો ઘાયલ થયા હતા.(૨૧.૬)

(1:13 pm IST)