Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

રસ્તા પર લટાર મારવા નીકળેલો આ મગર કોનો છે?

મેલબર્ન તા.ર૮ : ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં કિસમસની સાંજે ફરવા નીકળેલા કેટલાક લોકોને રસ્તામાં એક જીવ જોઇ અચંબામાં પડી ગયા હતા. લોકોને એ પાટલા ઘો કે મગર જેવુ પ્રાણી જણાયું પરંતુ સ્થાનિક વિકટોરિયા પોલીસે લોકોની ફરીયાદો સાંભળીને સ્થળ પર જઇને જોયું તો ફુટપાથ પર તળાવના પાણીનો મગર જોવા મળ્યો હતો. એ મગર લગભગ સાડા ત્રણ ફુટ લાંબો હતો. પોલીસે મગરને પકડવા માટે સર્પમિત્ર (સ્નેઇક કેચર)ને બોલાવ્યો હતો.

એ મગર આસપાસ લોકોને એકઠા થતા જોઇને ઝાડી-ઝાખરામાં ખોવાઇ જવા દોડયો હતો પરંતુ અને પુંછડીથી પકડી લેવામાં આવ્યો હતો મગરને પકડીને સરકારના જંગલ વિભાગના અધિકારીઓને સોંપી દેવામં આવ્યો હતો અધિકારીઓએ જણાવ્યું હતું કે 'એ મગર કોઇનો પાળેલો હોવાની શકયતા જણાય છે. એથી અમે એના માલિકને શોધીએ છીએ'.

ઓસ્ટ્રેલિયાના અનેક વિસ્તારોમાં ર.પ મીટર સુધી લાંબા મગર પાળવાની છુટ છે.

(9:31 am IST)