Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

પાર્કિસન્સ ડિસીઝ વકરતો અટકાવવા એકસરસાઇઝ સૌથી અકસીર ઉપાય

ન્યુયોર્ક તા.ર૮ : મસલ્સનો કંટ્રોલ ઘટી જવો, હાથ-પગમાં ધ્રુજારી થવી, કડકપણું ઓછુ થવુ, સંતુલન જાળવવામાં મુશ્કેલી થવી જેવા લક્ષણો પાર્કિન્સન્સ ડિસીઝના છે. મગજના ચોક્કસ ભાગમાં ડીજનરેશન થવાને કારણે અસંતુલન, ધ્રુજારી અને સ્ટિફનેસ આવે છે. જો કે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડાનો પ્રોફેસરનું કહેવુ છે કે, આ લક્ષણોને ઘટાડવા માટે નિયમિત એકસરસાઇઝ કરતા રહેવી એ અકસીર ઉપાય છે. કસરત કરવાને કારણે મગજમાં ખાસ કેમિકલ્સ પેદા થાય છે જે મગજના કોષોને ખતમ થતા રોકે છે.

અભ્યાસકર્તાઓએ ઉંદરો પર પ્રયોગ કરીને તારવ્યુ હતુ કે ધીમુ દોડવાથી ખાસ જનીન સક્રિય થાય છે અને મગજના કોષોને ડેમેજ થવાની પ્રક્રિયા ધીમી પાડે છે. પાર્કિન્સન્સ ડિસીઝમાં ડોપામાઇન નામના ન્યુરોટ્રાન્સમીટર પેદા કરતા મગજના કોષો ડેમેજ થાય છે. એકસરસાઇઝ કરવાથી સક્રિય થતા ડીજે-૧ જનીનને કારણે ડોપામાઇન પેદા કરતા કોષોનું ડીજનરેશન ધીમુ પડે છે એને કારણે અસંતુલન, ધ્રુજારી, સ્નાયુઓનુ કડકપણુ વગેરે ઘટે છે

(9:30 am IST)