Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

વૈજ્ઞાનિકોએ બનાવ્યુ શ્વાન માટે ચિકન ફલેવરનું એનર્જી ડ્રિન્ક

નવી દિલ્હી તા.ર૮ : ઘરમાં પાળેલા શ્વાનો આળસના શિકાર બની જાય છે, પરંતુ સ્નિફર ડોગ તરીકે કામ કરતા શ્વાનોને શોધખોળની સાઇટ પર કલાકો સુધી ગરમીમાં કામ કરવુ પડે છે. આવા પ્રાણીઓનું સ્વાસ્થ્ય સારૂ રહે એ માટે અમેરિકાના નિષ્ણાંતોએ ખાસ ડ્રિન્ક તૈયાર કર્યુ છે. ગરમીમાં હીટ સ્ટ્રોકથી બચીને લાંબા કલાકો કામ કરી શકે એ માટે શ્વાનોને જે પીણુ અપાતુ હતુ એ તેમને ભાવતુ નહોતુ. દવા જેવુ લાગતુ ડ્રિન્ક હોવાથી ડોગીઝ એ બહુ માત્રામાં પીતા. અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના નિષ્ણાંતોએ ડોગીને ભાવે એવુ ચિકન ફલેવર ધરાવતુ ઇલેકટ્રોલાઇટસ બેલેન્સ કરે એવુ ડ્રિન્ક તૈયાર કર્યુ છે. પોલીસ-ડોગ્સ, રેસ્કયુ-ડોગ્સ અને મહત્વના પ્રોજેકટમાં કામ કરતા વર્કીંગ ડોગ્સના શરીરમાં પુરતુ પાણી ટકી રહે અને જરૂરી મિનરલ્સ મળી રહે એવુ પીણુ બનાવવામાં આવ્યુ છે.

(9:30 am IST)