Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

૪૭ વર્ષ પહેલા અમેરિકામાં જે અંગૂઠી ખોવાઇ હતી તે ફિનલેન્ડના જંગલમાંથી મળી

અંગૂઠી જમીનથી ર૦ સેન્ટીમીટર નીચે દબાયેલી હતી

     અમેરીકાથી સમાચાર છે કે ૬૩ વર્ષીય એક મહિલાની ૧૯૭૩ માં હાઇસ્કુલના સમયમાં અંગુઠી ખોવાયેલ હતી હવે તે ફિનલેન્ડના એક જંગલમાંથી મળી છે. અંગુઠી જમીનથી ર૦ સે.મી. નીચે દબાયેલી હતી અંગૂઠીની  માલીક દેબરાએ એક અખબારને બતાવ્યુ કે મારી અંગૂઠી હાઇસ્કુલમાં અભ્યાસ દરમ્યાન પોર્ટલેન્ડમા ખોવાઇ ગઇ હતી. ગુમ થયાના ઘણા વરસો વિત્યા પછી હવે તે મળવાની આશા બીલ્કુલ હતી નહી પણ ૪૭ વર્ષ પછી ધાતુ વિશેષજ્ઞને જમીનથી ર૦ સેન્ટીમીર નીચે દબાયેલી અંગુઠી અચાનક મળી ગઇ. દેબરા આગળ કહે છે કે નકારાત્મકતાથી ભરેલ આજના આ યુગમા સારા લોકોનુ મળવું ખુબજ દુર્લભ મામલો છે. પણ હવે દુનિયામાં સારા લોકો મળે છે  જેની આપણને જરુરત છે.

     આ અંગૂઠી મહિલાના સ્વર્ગસ્થ પતિની છે જેણે એમને હાઇસ્કુલ અને કોલેજમાં ડેટ કર્યુ હતુ ૪૭ વર્ષ પછી પતિની આપેલી ગીફટ મળવાથી અમેરિકી મહિલાની ખુશીનો પાર નથી. અંગૂઠી મળવાની  ઘટના ઘણી દિલચશ્પ છે. ઘાતુ વિશેષજ્ઞ માર્કો દક્ષિણ પશ્ચિમ ફિનલેન્ડના એક વિસ્તારમાં મેટલ ડિરેકટર પર કામ કરી રહ્યા હતા.  આ દરમ્યાન એમને જમીનની અંદર ધાતુની કોઇ વસ્તુ હોવાનો ખ્યાલ આવ્યો. અંગૂઠી મેળવી માર્કો ઉત્સાહીત થઇ ગયો અંગૂઠી પર મોર્સ હાઇસ્કુલ અને ગ્રેજયુએશનનુ ૧૯૭૩ ની તારીખ અંકિત છે.  આ આધાર પર  માર્કોએ સ્કુલના એલ્યુમની એશોશીએશનનો સંપર્ક કર્યો તો ખ્યાલ આવ્યો કે અંગૂઠીની માલીક દેબરા છે.

(9:43 pm IST)