Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

બુર્કિના ફાસોના ચર્ચમાં આતંકવાદી હુમલો:24ના મૃત્યુ

નવી દિલ્હી:આફ્રિકી દેશ બુર્કિના ફાસોના એક ચર્ચ પર થયેલ આતંકવાદી હુમલામાં 24 લોકોના મૃત્યુ નિપજ્યા છે પ્રાંતીય ગવર્નરદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ હુમલો રવિવારના રોજ ઉતરી બુર્કિના ફાસોના એક ગામમાં ચર્ચમાં થયો હતો આ હુમલામાં પાદરીનું પણ મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓએ ગોળીબારી કરતા પહેલા સ્થાનિક નિવાસીઓ અને મહિલાઓ તેમજ ગ્રામીણથી લોકોને અલગ અલગ કરી દીધા હતા. આ ઘટનાથી આજુબાજુના ગામના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(6:05 pm IST)