Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

આફ્રિકી દેશ બરૂડીમાં જમીનના ખોદકામ દરમ્યાન 6 જુદા જુદા સ્થળેથી 6033લોકોના હાડપિંજર મળી આવ્યા

નવી દિલ્હી: આફ્રિકી દેશ બુરૂંડીમાં જમીનના ખોદકામ દરમિયાન છ સ્થળોએથી 6,033 લોકોના હાડપિંજર મળી આવ્યા છે. આ સાથે જ ગોળીઓ, ચશ્મા કપડાં સહિતની સામગ્રીઓ પણ મળી આવી છે. પૂર્વીય આફ્રિકી દેશ બુરૂંડીની સરકારે દેશવ્યાપી ખોદકામ અભિયાન શરૂ કરાવ્યા બાદ અત્યાર સુધીનો સૌથી મોટો 6,000થી પણ વધારે હાડપિંજરોનો જથ્થો હાથ લાગ્યો છે. બુરૂંડીના કરૂસી પ્રોવિન્સમાં છ સ્થળોએ ખોદકામ દરમિયાન 6,033 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

આ ઉપરાંત તેના સાથે લોકોના કપડાં, ચશ્મા, ગોળીઓ સહિતની વસ્તુઓ મળી આવી છે જેના આધારે જે-તે વ્યક્તિની ઓળખ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બુરૂંડી સરકારે થોડા વર્ષો પહેલા સમગ્ર દેશમાં રહેલી 4,000 જેટલી સામૂહીક કબરો ખોદવાનો અને મૃતદેહોની ઓળખાણ મેળવવાનો નિર્ણય લીધો હતો જેના માટે ટ્રૂથ એન્ડ રિકોન્સિલેશન કમિશન બનાવવામાં આવ્યું છે.

(6:03 pm IST)