Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

હે ભગવાન......કેનેડામાં રસોઈ બનાવતી વેળાએ કેપ્સીકમમાંથી નીકળ્યો જીવતો દેડકો

નવી દિલ્હી: આ ઘટના કેનેડાની છે જ્યાં એક દંપતિ રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે સમારવા માટે ગ્રીન કેપ્સિકમ ઉપાડ્યું અને જેવું તેને કાપ્યું કે તરત જ તેમાં અંદર બેઠેલો જીવતો દેડકો જોવા મળ્યો. દેડકાને જોઈ દંપતિ પહેલા તો ડરી ગયા ત્યારબાદ તેમણે સ્થાનિક સુપરમાર્કેટમાં ફરિયાદ નોંધાવી. આ મામલો ફરિયાદ બાદ કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ખાદ્ય મંત્રાલય સુધી પહોંચ્યો છે. હાલમાં તેની તપાસ સ્થાનિક વિભાગના અધિકારી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ દંપતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે ખરીદેલા કેપ્સિકમમાં એવું કાણું હતું નહીં જેમાંથી દેડકો ઘુસી શકે. તો પછી આ દેડકો અંદર પહોંચ્યો કઈ રીતે. જણાવી દઈએ કે કેપ્સિકમમાંથી જે દેડકો નીકળ્યો છે તે ગ્રી ટ્રી ફ્રોગ છે. આ કેપ્સિકમ અને દેડકાને લેબમાં મોકલવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર આ જગ્યા આસપાસના અંદાજે 20 સ્થળે પણ આવી જ ઘટનાઓ બની છે. જેમાં કોઈ શાકમાંથી કરોડીયા તો કોઈમાંથી અન્ય જીવજંતુઓ નીકળ્યા હોય.

(6:01 pm IST)