Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

યુક્રેનમાં આઠ વર્ષની 'વૃધ્ધા' નું પ્રોજેરિયાના કારણે મૃત્યુ

આઠ વર્ષની વયે તેની બાયોલોજીકલ ઉંમર ૮૦ વર્ષ થઇ ચૂકી હતી

વોલિન, તા.૧૭: યુક્રેનના વોલિન શહેરમાં આઠ વર્ષની બાળકીનું વૃદ્ઘત્વના કારણે મૃત્યુ થયું છે. આ બાળકીને ખૂબ જ જૂજ કિસ્સામાં જોવા મળતો પ્રોજેરિયા થયો હોવાથી આઠ વર્ષની વયે તેની બાયોલોજીકલ ઉંમર ૮૦ વર્ષ થઇ ચૂકી હતી.

આ બાળકીને હચીન્સન-ગિલ્ફોર્ડ પ્રોજેરિયા પ્રકારનો પ્રોજેરિયા થયો હતો અને અત્યાર સુધીમાં વિશ્વમાં આ રોગ ૧૬૦ લોકોને જ લાગુ પડયો છે.

યુક્રેનના વોલિન શહેરના વોલિન રિજનલ ચિલ્ડ્રન મેડિકલ કોમ્પલેક્ષમાં સારવાર લિ રહેલી એન્ના સેકીડોનની સારવાર કરનારા ડો. નદેઝદા કાટામનનું કહેવું છે કે એન્નાના જન્મથી જ અહીં સારવાર કરવામાં આવી હતી.

હચીન્સન-ગિલ્ફોર્ડ પ્રોજેરિયા પ્રકારનો પ્રોજેરિયાના કારણે એક વર્ષમાં તેની બાયોલોજીકલ ઉંમર આઠથી દસ વર્ષ વધી ચૂકી હોય છે. આઠ વર્ષની ઉંમરે તેન બાયોલોજીકલ ઉંમર ૮૦ વર્ષ થઇ ચૂકી હતી. તેનું વજન આશરે સાડા સાતથી આઠ કિલો આપપાસ હતું પરંતુ બાયોલોજીકમ ઉંમર અતિ ઝડપથી વધી રહી હોવાના કારણે તે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરથી પીડાઇ રહી હતી.

તેની માતા ઇવાના સેકીડોનનું કહેવું છે કે એન્ના ઇલાજ માટે તે સર્વસ્વ ખર્ચવા માટે તૈયાર હતી. આ ઉપરાંત તબીબોના અભિપ્રાયો અને તારણોને ખોટા ઠરે તે દિવસની આશામાં તે સારવાર માટે મહેનત કરી રહી હતી.

(10:13 am IST)