Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જપાનમાં વેચાય છે અનેક વર્ષો પહેલાં બ્રુ કરેલી કોફી, કિંમત છે ૬ર,૦૦૦ રૂપિયા

ટોકીયા તા. ર૦: વાઇન જેટલો જૂનો એટલો સારો કહેવાય, પણ કોફી તો ફ્રેશ જ સારી લાગે. જોકે આ વાત જપાનના ઓસાકા શહેરના ધ મંચ નામની કોફીશોપ ધરાવતા કાન્જી ટનાકા નામના ભાઇને લાગુ નથી પડતી. આ ભાઇએ લાકડાના બેરલમાં કોફીને પણ એજિંગ પ્રોસેસ કરાવીને રાખી છે અને એ જ વેચે છે. કાન્જીકાકા હવે તો બુઢા થઇ ગયા છે, પરંતુ યંગ એજમાં એટલે કે દાયકાઓ પહેલાં તેઓ એક વાર આઇસ કોફીની એક તૈયાર બેચ ફ્રીજમાં ભૂલી ગયેલા. છ મહિના પછી જોયું તો ે ફેંકી જ દેવી પડે એવું લાગ્યું. જોકે તેમને થયું કસ્ટમર્સને તો આ કોફી સર્વ નહીં થાય, પણ જરા ટેસ્ટમાં એ કેવી લાગે છે એ ચાખી જોઇએ. નવાઇની વાત એ હતી કે જૂની કોફી ચાખવામાં બહુ જ ટેસ્ટી હતી અને ખાસ ફલેવર એમાં ઉમેરાઇ હતી. તેને સમજાયું કે તેની મહિનાઓ જૂની કોફી પણ પી શકાય એવી છે એટલું જ નહીં, એની ખાસ ફલેવરને કારણે એ તેની યુનિક આઇટમ બની શકે એમ છે. હવે તે વીસ વર્ષ જૂનાં કોફીના કાચાં બીન્સ લે છે અને એમાંથી કોફી તૈયાર કરીને લાકડાના બેરલમાં બ્રુ થવા માટે મૂકી રાખે છે. આ ચોકકસ પ્રક્રિયાને કારણે કોફીની કડવાશ ઘટી જાય છે અને શુગર સિરપ જેવી ઘટતા આવે છે જેને કારણે ફલેવર ઉભરી આવે છે. હવે આવી જૂની કોફી પીવાનું અહોભાગ્ય છે કેમ કે એ ટેસ્ટ કરવા ખિસ્સામાં કાણું પડી જાય એમ છે. આવી એક કોફીનો મગ ૯૦૦ ડોલર એટલે કે ૬ર,૦૦૦ રૂપિયામાં છે.

(3:34 pm IST)