Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

૧૬ વર્ષની આ છોકરીને બર્ગરનું ૧૪ વર્ષથી હતું એડિકશન, હિપ્નોટિઝમથી દૂર થયું

લંડન, તા.૧૯: ઇંગ્લેન્ડની વોરવિકશર કાઉન્ટીના એક નાનકડા ગામમાં રહેતી ૧૬ વર્ષની કેટલિન બ્રેથવેઇટ નામની ટીનેજર બે વર્ષની હતી ત્યારથી જ તેને બર્ગર સિવાય કશું જ ભાવતું નહોતું. તેને ડિનરમાં બર્ગર સિવાયનું કશુ પણ આતો તો તે ખાતી નહીં. શરૂઆતમાં લાગ્યું કે કચાદ છોકરી જીદ કરે છે. પણ પછી જો તેને બર્ગર સિવાય શાકભાજી કે ફળો ખવડાવવામાં આવતાં તો તે માંદી પડી જતી. બર્ગર સાથે તે ફ્રાઇસ પણ નહોતી ખાઇ શકતી, કેમ કે બટાટા પણ તેને સદતા નહીં. એમ કરતાં કેટલિન ૧૬ વર્ષની થઇ અને રોજ ડિનરમાં બર્ગર સિવાય કશું જ તે ખાલી નહીં. દોસ્તોની બર્થ-ડે પાટીમાં જવાનું હોય કે પેરન્ટ્સ સાથે સોશ્યલ-ડિનર પર, તે પોતાનાં બર્ગર સાથે લઇ જતી. માત્ર બર્ગર ખાવાને કારણે તેના શરીરને પૂરતું પોષણ મળતુ ન હોવાથી તેની મમ્મી તેને જરૂરી વિટામિન્સનાં સપ્લિમેન્ટ્સ આપતી રહેતી. કેટલાક ડોકટરોને બતાવ્યા પછી ખબર પડી કે કેટલિનની સમસ્યા શારીરિક નથી. તેના શરીરને બીજી ચીજો સદતી નથી એવું નથી, પણ તેના મગજમાં તકલીફ છે. સિલેકિટવ ઇટિંગ ડિસઓર્ડરને કારણે તેનું મગજ બીજું કંઇ જ ખાવાનું ટ્રાય કરવા તૈયાર નહોતું. જો તેને પ્યોર અને નેચરલ ચીજ પણ ખવડાવવામાં આવે તો એનાથીયે તે માંદી પાડી જતી. કેટલિનની મમ્મીનો દાવો છે કે બે વર્ષથી લઇને ૧૬ વર્ષની ઉંમર સુધીમાં દીકરી લગભગ ૫૦૦૦ જેટલાં બર્ગર ખાઇ ચૂકી હશે. આખરે કેટલિનને હિપ્નોથેરપી આપવામાં આવી. સંમોહન દ્વારા તેના મગજમાંથી સિલેકિટવ ઇટિંગ સર્કિટ ચેન્જ કરવામાં આવી. ખાસ્સા મહિનાઓની સારવાર બાદ હવે બહેન બીજું ખાવાનું ખાઇ શકે છે.

(3:46 pm IST)