Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

પાકિસ્તાને છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ કિલો માનવ વાળની ચીનમાં નિકાસ કરી

ચીનને ૧૩૨૦૦૦ ડોલરના મૂલ્યનાવાળની પાકિસ્તાને કરી નિકાસ

કરાચી :પાકિસ્તાને છેલ્લા પાંચ વર્ષોમાં ચીનને ૧૩૨૦૦૦ ડોલરના મૂલ્યના એક લાખ કિલો માનવવાળની નિકાસ કરી હતી. વાણીજ્ય અને કાપડ મંત્રાલયે નેશનલ એસેમ્બલીને કહ્યું હતું કે પાકિસ્તાને ચીનને ૧૦૫૪૬૧ કિલો માનવ વાળની નિકાસ કરી હતી

  ચીનમાં મેકઅપ ઉદ્યોગમાં વધેલી માગના કારણે તેમજ વિગ પહેરવાની ખૂબ ઓછી પ્રથા હોવાથી ત્યાં માનવ વાળની માગ વધી હતી.

  એક બ્યુટિશિયન મુજબ એક અન્ય કારણ એ છે કે હેર એસેસરીઝનું સ્થાનિક ઘટયું હતું. ભૂતકાળમાં સ્થાનિકો તેમના વાળ, મુછો અને દાઢી વધારતા હતા, પરંતુ સ્થાનિક મેકઅપ કલાકારોએ ચીની મેકઅપ કલાકારોને આ વેપાર ગુમાવી દીધો હતો. પાક.ના નિકાસકારો હવે કિલો વાળ દીઠ રૃપિયા પાંચથી છ હજાર ચુકવે છે.

   ઉચ્ચ ગુણવત્તાના વાળને અમેરિકા મોકલવામાં આવે છે. ઉપરાંત જાપાનમાં પણ માનવીય વાળની ખૂબ માગ છે. ત્યાના મનોરંજન ઉદ્યોગમાં વાળની માગ હમેશા રહે છે. તો સાથે સાથે હેરવિગ પણ પાકિસ્તાનથી મંગાવવામાં આવે છે.

 

(4:52 pm IST)