Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ધઉં : લોકોનો મુખ્ય ખોરાક

ખોરાકમાં ધઉંનું સ્થાન મહત્ત્વનું છે અને તેની વપરાશ પણ ખૂબ બહોળા પ્રમાણમાં થાય છે. બધા પ્રકારના અનાજ કરતાં ધઉંમાં પૌષ્ટિક તત્ત્વ વધારે છે. રોજિંદા ખોરાકમાં વપરાશ સર્વ પ્રકારના અનાજમાં ધઉં શ્રેષ્ઠ છે અને એની આ ગુણવત્તાને કારણે ધઉં ધાન્યનો રાજા ગણાય છે. ધઉંની રાબ કરતાં રોટલી પચવામાં ભારે છે અને તે કરતાં પૂરી, શીરો, લાડુ, લાપશી, ગોળપાપડી અનુક્રમે એકબીજાં કરતા વધુ ભારે છે. ભારતમાં   ધઉંની રોટલી સામાન્ય : મુખ્ય ખોરાક છે. ગુજરાતમાં અતિશય પાતળી ફુલકા  રોટલી બનાવાયછે પરંતુ તે વધુ હિતાવહ નથી, કારણ કે પાતળી રોટલીમાં ધઉંનાં વિટામિનો અગ્નિના તાપથી જલ્દી નાશ પામે છે. એકંદરે તો ઉત્તમ ભારતની જાડી રોટલી કે બાટી ઓરોગ્યની દષ્ટિએ વધુ હિતાકારી છે. સામાન્ય રીતે ધઉં બારે માસ ખાઈ શકાય છે. પરંતુ નવા ધઉં કફ કરનાર અને જલ્દી ન પચે તેવા ગણાય છે. એક વર્ષના જૂના ધઉં કફ કરતા નથી. આથી વસંતઋતુમાં જૂના ધઉં ખાવા હિતાવહ છે.

(9:37 am IST)