Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

હવે સંસદમાં સંસદસભ્યનું કામ પણ રોબો કરી શકે છે

લંડન, તા.૨૦: કોઇ પણ દેશની પાર્લમેન્ટમાં સંસદસભ્યો દ્વારા કામની અને નવા પ્રોજેકટસની રજૂઆત થતી હોય છે. જોકે બ્રિટનમાં પહેલીવાર નવો અખતરો થયો. પેપર નામના રોબોએ બ્રિટનની પાર્લમેન્ટમાં રિપોર્ટની રજૂઆત કરી. નવાઇ એ હતી કે રોબોએ અમેરિકન ઉચ્ચારવાળા અંગ્રેજીમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. બ્રિટનના સંસદસભ્ય રોબર્ટ હેફને રોબોને આમંત્રિત કર્યો હતો. રોબોએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિશે રજૂઆત કરીને સ્કૂલોમાં કેવા બદલાવ થવા જોઇએ એની રજૂઆત કરી હતી. જોકે આ રિપોર્ટ પછી લોકો બ્રિટનનાં વડાપ્રધાન થેરેસા મેની જબરી ખીલ્લી ઉડાવી રહ્યા છે. તેમણે રોબોનું નામ મેબોટ કરી નાખ્યું હતું. એક યુઝરે તો લખ્યું હતું કે શું આપણા પ્રાઇમ મિનિસ્ટર રોબો છે? બીજાએ લખ્યું હતું કે હવે વડાપ્રધાનને બદલે અગત્યની મીટિંગોમાં રોબોને જ મોકલો.

(3:56 pm IST)