Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

બ્રેસ્ટ કેન્સરની દવા શોધાઇ : ગાંઠની વધવાની ગતિ સાવ મંદ પાડવામાં સક્ષમ

બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે આશિર્વાદ સમાન દવા

લંડન તા. ૨૦ : બ્રેસ્ટ કેન્સરની પ્રક્રિયાને ધીમી પાડતી દવાની શોધ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. રિસર્ચરો મુજબ આ દવા બ્રેસ્ટ કેન્સરની ગાંઠ વધવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. રિસર્ચરોએ ૧૪,૦૦૦ જેટલી મહિલાઓ પર એક વર્ષ સુધી સંશોધન કર્યું છે. બ્રેસ્ટ કેન્સરની આ એડવાન્સ દવા કેન્સરથી પીડિત મહિલાને તેના લક્ષણો સમજવા માટે વધારે સમય આપે છે.

લંડનમાં આવેલા રોયલ માર્સડન NHS ટ્રેસ્ટે એફીનિટોર નામની શોધી કાઢી છે. આ દવા બ્રેસ્ટ કેન્સરથી પીડાતા લોકો માટે આશીર્વાદ સમાન છે. તે કેન્સરની ગાંઠને આઠ મહિના સુધી સંકોચીને રાખે છે. જોકે આ દવા લાઈફ વધારવામાં કેવી રીતે ઉપયોગી થાય છે કે કેમ તે ટેસ્ટ કરવાનું હજુ બાકી છે. આ દાવો ન સાચો પડે ત્યાં સુધી કેન્સર ચેરીટીને દવાનો ઉપયોગ સમયે સાવધાની રાખવા માટે કહેવાયું છે.

અંદાજિત ૩૫૦૦ જેટલી બ્રેસ્ટ કેન્સરથી પીડાતી મહિલાઓને એક મહિના સુધી દવા આપવામાં આવી. તેમાંથી દર ત્રણમાંથી એક મહિલના કેન્સરના ટિશ્યુ બ્રેસ્ટમાંથી શરીરના અન્ય ભાગમાં પ્રવેશી ચૂકયા હતા. આ દવા અન્ય ટ્રિટમેન્ટ કામ ન કરી હોય તેવા દર્દીને મદદરૂપ થાય છે.

એક વખતબ બ્રેસ્ટ કેન્સરમાંથી ટીશ્યુ શરીરના અન્ય ભાગમાં પ્રવેશે બાદમાં તે દર્દીની સારવાર બાદ પણ માત્ર ૧૮ મહિનાથી ૩ મહિના સુધી જીવી શકે છે. ૭૨૪ મહિલાઓ પર કરાયેલા અભ્યાસ મુજબ અન્ય દવાના ઉપયોગથી કેન્સરની ગાંઠમાં કોઈ કરાબી વિના એવરેજ ૩.૨ મહિનાનો સમય લાગે છે, જયારે એફિનિટરના ઉપયોગથી આ સમયે ૭.૮ મહિના જેટલો લાગે છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં બ્રેસ્ટ કેન્સરના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. આ કેન્સર વિશેના લક્ષણો વિશે જાણકારીનો અભાવ અને લાઈફસ્ટાઈલમાં બદલાવના કારણે આ પ્રકારના દર્દીઓને સમયપર સારવાર મળવી ખૂબ જ જરૂરી છે. તેવામાં આ દવાના સંશોધનથી ઘણી મહિલાઓને નવું જીવનદાન મળી શકશે.(૨૧.૨)

 

(10:01 am IST)