Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મિટિંગ દરમ્યાન અચાનક ઉપરથી અજગર નીચે પટકાતા અફડાતફડી

નવી દિલ્હી: દક્ષિણી ચીનના એક બેકમાં ચાલી રહેલ મિટિંગ દરમ્યાન એક એવી ઘટના બની જેને જોઈને સહુ કોઈના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવામાં આવી રહ્યું છે કે એક મિટિંગ દરમ્યાન અચાનક પંખા ઉપરથી એક અજગર નીચે આવીને પડે છે જેના પછી અફડાતફડી મચી જવા પામી હતી આ ઘટનાથી લોકો ગભરાઈને આમતેમ ભાગવા લાગ્યા હતા.આ અજગરનું વજન 5કિલો હતું અને તે 5 ફૂટ લાંબો પણ હતો.

(4:54 pm IST)