Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જર્મનીમાં વિમાન ક્રેશ થતા બાળક સહીત ત્રણ મોતને ભેટ્યા

નવી દિલ્હી: પશ્ચિમ જર્મનીના હેજે શહેરમાં રવિવારે એક નાનું વિમાન લોકોની ભીડ ઉપર ક્રેશ થઈ જતાં એક બાળક સહિત કુલ ત્રણ લોકોનાં મોત થયાં છે. આ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. આ ચોંકાવનારી ઘટના ફુલ્ડા શહેરની પાસે આવેલા વારકૂપ પર્વત પરના એરપોર્ટ નજીક બની હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વેસરકૂપેમાં લેન્ડિંગની કોશિશ કરતી વખતે પાઈલટે વિમાન પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. લેન્ડિંગ વખતે થયેલી કોઈ ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પાયલટે બે વખત વિમાન લેન્ડ કરાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે સફળ થયો ન હતો. સંતુલન ગુમાવ્યા બાદ વિમાન લોકોની ભીડ ઉપર તૂટી પડ્યું હતું.

 

(4:57 pm IST)