Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

હાર્ટ અટેક વખતે એડ્રેનલિનવાળી દવાઓ લેવાથી બ્રેઇન ડેમેજની શકયતા વધી જાય છે

નવી દિલ્હી તા. ૨૩ : કાર્ડિએક અરેસ્ટ વખતે હ્ય્દયને ફરી કામ કરતુ કરવા માટે એડ્ેનલિન  હોર્મોનયુકત દવાઓનો ઉપયોગ કરવાથી બ્રેઇન ડેમેજ થવાની સંભાવના બમણી થઇ જાય છે એવો દાવો એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે. કાર્ડિએક અરેસ્ટની સારવારમાં  એડ્રેનલિનનો ઉપયોગ અંતિમ વિકલ્પ હોય છે , કારણ કે એ ન્યુરોટ્રાન્સમીટરનુ કામ કરે છે. એડ્રેનલિન હ્રદયમાંલોહી પ્રવાહ વધારવા ઉપરાંત હાર્ટ-બીટને ફરી શરૂ કરવામાં પણ મદદ કરે છે. જોકે એડ્રેનલિન મગજમાં રહેલી અત્યંત નાની નાની લોહીવાહીનીમાં વહેતા લોહીના પ્રવાહને ઓછો કરે છે. જેનાથી મગજને નુકશાન પહોચી શકે છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ વાર્વિકના મુખ્ય લેખક ગેવિન પર્કિસે કહ્યુ હતુ કે 'ભ્યાસ દરમ્યાન અમે જોયુ હતુ કે એડ્રેનલિનના ફાયદાઓ ઘણા ઓછા છે. લગભગ ૧૨૫ પેશન્ટમાંથી એક પશન્ટના મગજ પર પણ આ દવાના ઉપયોગની  ઘણી જ ખરાબ અસર પડે છે.'આ અભ્યાસ ન્યુ ઈગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રાકશિત થયો હતો. એમા  સંશોધકોની ટીમે ૮૦૦૦ એવા પેશન્ટનો અભ્યાસ કર્યો હતો.

(4:04 pm IST)