Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

કફ બહાર કાઢવા જોરથી નાક સાફ ના કરશો, આઇ-સોકેટ તુટી શકે

નવી દિલ્હી તા ૨૩ : ખાંસી અને બંધ નાકની સમસ્યા ભલભલા ચમરબંધીને હેરાન-પરેશાન કરી શકે છે. છાતીમાં જામી પડેલા કફને રહાર કાઢવા માટે અને બંધ નાકને ખોલવા માટે જોરથી નાક સાફ કરવાની કોશિશ નુકશાન કરી શકે છે. એક બ્રિટિશ મહિલા જોરથી તેનું નાક સાફ કરતી હતી એ વખતે હાડકાની ફ્રેમમાં આંખ સચવાઇ છે એ આઇ-સોકેટ તુટી ગયું હતું નાક સાફ કરવા માટે મહિલાએ એટલું બધુ જોર વાપર્યુ કે તેને ઓર્બિટલ બ્લોઆઉટ ફેકચર થઇ ગયું મતલબ કે આઇ-સોકેટમાં વે પાતળુ હાડકુ હોય છે એમાં જ તેને ફેકચર થઇ ગયું. આ પછી સતત બે કલાક સુધી તેને બ્લીડિંગ થયું હતું અને  આ થોડા જ સમયમાં તે મહિલાની બન્ને આંખની દષ્ટિ જતી રહી. આ ઘટના બાદ નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ' નાક સાફ કરતી વખતે ઘણી વાર વધુ જોરઅપાઇ જાય છે, પણ એને કારણે આઇ-સોકેટનું હાડકું તુટી જાય એમ ઘણું ઓછુ બનતું હોય છે. જોકે આ કેસમાં મહિલા ધુમ્રપાન કરતી હતી અને રોજનું લગભગ એક પાકીટ પીતી હતી. સ્મોકિંગને કારણે સાઇનસ એટલે કે નાસુરમાં પ્રેશર વધી જાય છે. આઇ-સોકેટની પાસે જ સાઇનસ હોવાથી ફેકચર થવાના ચાન્સ વધી જાય છે

(3:57 pm IST)