Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

તમારા ઘરમાં પણ છે ઉંદરનો ત્રાસ?

ચોમાસામાં ઘરમાં ઉંદરો આવી જાય છે. આ ઉંદર દેખીતા જ ખતરનાક લાગે છે અને તેનાથી તમારા ઘરમાં કેટલાય પ્રકારની બીમારીઓ પણ ફેલાય છે. ત્યારે આ ઉંદરથી આખરે કેમ છુટકારો મેળવવો એ મોટો પ્રશ્ન હોય છે. તો જાણી લો તેના ઉપાય.

. ઉંદરને ભગાડવા માટે ફુદીનો ઉપયોગી છે. ઘરમાં જે જગ્યાએથી ઉંદર પ્રવેશ કરતો હોય ત્યાં ફુદીનાના તેલમાં રૂ પલાળીને રાખી દો. ફુદીનાની ગંધથી ઉંદર ઘરમાં નહીં આવે. ઉંદર ઘરમાં ન આવે તે માટે તમે ઘરમાં ફુદીનાનો છોડ પણ રોપી શકો છો.

.  બિલાડીને આસપાસ જોઈને પણ ઉંદર ઘરમાં આવતા નથી. તેથી જો તમે બિલાડીના શોખીન હો અને ઉંદરને ઘરમાં આવતા પણ રોકવા હોય, તો તમે બિલાડી પાડી શકો છો.

. તમને ઘરમાં જ્યાં ઉંદરનું દર દેખાય ત્યાં ફટકડી પાઉડર રાખો. ઉંદર ઘરથી કયાંય દૂર ભાગી જશે.

. મરીને પાણીમાં મિકસ કરી ઉંદરના દર પાસે છાંટો. તેની ગંધ ઉંદરને જરા પણ ગમતી નથી. જેથી ઉંદર દૂર ભાગી જશે.

(9:27 am IST)