Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

તમારા ઘરમાં નાનુ બાળક છે? તો આ જરૂર વાંચજો

 ખજુરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવી ખૂબ વાટી તેમાં થોડુ પાણી મેળવીને નાના બાળકોને બે-ત્રણ વખત આપવાથી નબળા, કંતાઈ ગયેલા બાળકો રૂષ્ટ પુષ્ટ ભરાવદાર બને છે.

  એક ચમચી પાલકની ભાજીનો રસ મધમાં મિકસ કરી રોજ પાવાથી સુકલકડી બાળકો શકિતશાળી બને છે.

 પાકા ટમેટાનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નિરોગી અને બળવાન બને છે.

 બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઉંઘમાં પેશાબ કરતા હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.

 તુલસીના પાનનો રસ પાંચથી દસ ટીપા પાણીમાં નાખીને રોજ પીવડાવવાથી બાળકના સ્નાયુઓ અને હાડકા મજબુત બને છે અને બાળક જલ્દી ચાલતા શીખે છે.

 કડી અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઉંચાઈ વધે છે.

 ટમેટાનો એક ચમચી રસ, દૂધ પીવડાવતા પહેલા પાવાથી, બાળકોને થતી દૂધની ઉલ્ટી મટે છે.

 હળદર નાખી ગરમ કરેલ દૂધમાં સહેજ મીઠુ અને ગોળ નાખીને પાવાથી બાળકોને શરદી કફ અને સસણી મટે છે.

(9:27 am IST)