Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પાણીપુરીનું પાણી

પાણીપુરી બધા લોકોને ભાવે છે. તેને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. શું તમે જાણો છો કે પાણીપુરીનું પાણી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પાણી પીવાથી પેટના કેટલાય ગંભીર રોગોમાંથી છૂટકારો મળે છે. કારણ કે તેને બનાવવા માટે ફુદીનાના પાંદડા, લીલી કોથમરી, લીલા મરચા, જીરૂ, હિંગ, શંચર, આદુ, લીંબુ, વગેરેનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે. જે બધા આયુર્વેદિક ગુણોથી ભરપુર છે. તો જાણી લો પાણીપુરીના પાણીથી કયા રોગોમાંથી છૂટકારો મેળવી શકાય છે.

૧. પાચનતંત્ર : ભારે ખોરાક લેવાથી પેટ ખૂબ જ ભારે થઈ જાય છે અને તેને પચાવવુ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. પાણીપુરીનું પાણી પીવાથી પાચનક્રિયા બરાબર થાય છે અને ખાવાનું સરળતાથી પચી જાય છે. આ ઉપરાંત કબજીયાતમાંથી પણ રાહત મળે છે.

૨. પેટના ગેસમાં રાહત : કેટલાક લોકો બજારની ખાણી-પીણીના કારણે પેટના ગેસની સમસ્યાથી હેરાન રહે છે અને ગેસના કારણે તેનું પેટ હંમેશા ફુલાયેલુ રહે છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાણીપુરીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે.

૩. ખાટા ઓડકારમાંથી છૂટકારો : કેટલીય વાર તીખુ-તળેલુ અથવા વધુ ભોજન ખાઈ લેવાના કારણે ખાટા ઓડકાર આવવા લાગે છે. જેના કારણે ખૂબ જ ખરાબ મહેસુસ થાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે ફુદીનાવાળુ પાણીપુરીનું પાણી જરૂર પીવો.

૪. પેટ દર્દ : વધારે ખાઈ લીધા બાદ પેટ દર્દની સમસ્યા થાય છે. આવી મુશ્કેલી થતા પાણીપુરીનું પાણી પીવુ. જેનાથી ઘણો ફાયદો મળશે.

(9:26 am IST)