Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

હવે ઓછા ખર્ચે કરો હોમ મેડ બ્લીચ

ચહેરાની સુંદરતા વધારવા અને તેને આકર્ષક દેખાડવા માટે કેટલાય ઉપાય કરવામાં આવે છે. જેમાંથી એક છે ચહેરાના અણગમતા વાળને છુપાડવા માટે બ્લીચીંગ, જેને મોટા ભાગની મહિલાઓ પાર્લરમાં જઈને કરાવે છે. જેના માટે ઘણો ખરો ખર્ચ થાય છે. તમે ઘરે પણ અમુક પ્રકારના બ્લીચ કરી શકો છો. જેનાથી ખર્ચ પણ ઓછો થશે અને પાર્લર કરતા પણ સારી કુદરતી રંગત મળશે.

મધ અને યોગર્ટ બ્લીચ

એક સાફ વાટકામાં એક ચમચી મધ અને એક કપ યોગર્ટ નાખો. હવે તેને વ્યવસ્થિત રીતે મિકસ કરો. તેમાં એક ચપટી હળદર નાખો. તેમાં લીંબુના અમુક ટીપા નાખો. બધી વસ્તુને વ્યવસ્થિત રીતે મિકસ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને ૩૦ મિનીટ સુધી રહેવા દો.  સૂકાઈ જાય એટલે ફેશવોશથી ચહેરો ધોઈ લો. દરરોજ આ પેસ્ટને ચહેરા પર લગાવો.

ગુલાબજળ અને ટમેટાનું બ્લીચ

પહેલા ટમેટાને બ્લેન્ડ કરી તેનું પલ્પ તૈયાર કરો. હવે આ પલ્પમાં ગુલાબજળ મિકસ કરો અને એક ચમચી લીંબુનો રસ નાખો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. ૧૫ મિનીટ બાદ ચહેરાને પાણીથી ધોઈ લો. દરરોજ આ પેસ્ટ લગાવવાથી અમુક અઠવાડીયામાં તમને બદલાવ જોવા મળશે.

ફૂદીનાનું બ્લીચ

ફુદીનાના તાજા પાંદડા લો અને તેમાં થોડુ પાણી મિકસ કરી બ્લેન્ડ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લાગવો અને ૩૦ મિનીટ સુધી રાખો. ત્યારબાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો. દરરોજ ઉપયોગ કરવાથી ચહેરો સાફ દેખાય છે અને રંગત નીખરે છે.

પપૈયુ અને મધ

એક પાકુ પપૈયુ લો અને તેના નાના ટુકડા કરો. પેસ્ટ બનાવવા માટે તેને બ્લેન્ડ કરો. હવે કાચા મધના થોડા ટીપા અને ૧ ચમચી લીંબુનો રસ બ્લેન્ડ કરેલ પપૈયામાં નાખો. અને વ્યવસ્થિત રીતે મિકસ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લાગવો. ૧૫-૨૦ મિનીટ સુધી રાખો અને ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

દૂધ અને ચણાનો લોટ

એક સાફ વાટકામાં ૩ ચમચી ચણાનો લોટ અને ૫ ચમચી કાચુ દૂધ નાખો. હવે તેમાં થોડા તાજા લીંબુના ટીપા નાખો. તેમાં એક ચપટી હળદર નાખો. હળદર વધારે ન નાખવી, નહિંતર ત્વચા ઉપર પીળો રંગ બેસી જશે. આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો. સૂકાઈ જાય એટલે ચહેરો પાણીથી ધોઈ લો. દરરોજ આ પેકને લગાવવાથી ચહેરાની ચમક વધે છે.

 

(9:26 am IST)