Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

દીકરીને જન્મ આપ્યા પછી આ બહેનને પાણીની એલર્જી થઇ ગઇ છે

લંડન તા.૧૭: વેલ્સની કાર્ડિફ સિટીમાં શેરેલ ફરુગિયા નામની ૨૫ વર્ષની યુવતીએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એક દિકરીને જન્મ આપ્યો. ડિલીવરીના છ વીક પછી અચાનક જ તેના શરીર પર લાલ ચકામાં અને રેશિઝ થવા લાગ્યાં. પહેલાં તો સમજાયું નહીં કે આવું કેમ થયુું. કદાચ સાબુમાં રહેલાં સ્ટ્રોન્ગ કેમિકલ્સને કારણે રીએકશન આવ્યું હોય એવું બની શકે છે એમ વિચારીને તેણે સાબુ પણ બદલ્યા. અનેક ડોકટરોને બતાવ્યા પછી ખબર પડી કે જયારે પણ તેના શરીરે પાણી અડે છે ત્યારે પરિસ્થિતિ વકરે છે. મતલબ કે તેને એકવેજેનિક અર્ટિકેરિયા એટલે કે પાણીની એલર્જી છે. વિશ્વમાં આ પ્રકારની એલર્જી ધરાવતા માત્ર ૩૫ કિસ્સાઓ નોંધાયા છે. હવે બાથટબમાં પડવાનો તો વિચાર પણ કરી શકાય એમ નથી, પરંતુ સ્ક્રિન ચોખ્ખી કરવા માટે નાહવાનું પણ બહેન માટે જોખમી થઇ ગયું છે. તેના શરીર પર પાણી અડતાં જ તેની ત્વચા બળવા લાગે છે. વરસાદની સીઝનમાં તો તેની સ્થિતિ ખુબ જ અસહ્ય થઇ જાય છે. પાણીને કારણે પેદા થતાં લાલ ચકામાં મોટા ભાગે એક-બે કલાકમાં હળવાં પણ થઇ જાય છે, પરંતુ કયારેક એ લાંબો સમય માટે રહી જાય છે. ડોકટરોનું કહેવું છે કે જો આ એલર્જીનો જલ્દીથી કોઇ તોડ નહીં કાઢવામાં આવે તો બની શકે કે એને કારણે તેને શ્વાસ ચડવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવાં લક્ષણો પણ ડેવલપ થઇ શકે છે.

(4:11 pm IST)