Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પોઝિટિવ એટિટયુડથી કેન્સરની સારવારમાં થાય છે ફાયદો

તેલઅવીવ તા.૧૭: ઇઝરાયલ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના સાયન્ટિસ્ટોએ કરેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકો કેન્સરની સારવાર લઇ રહ્યા છે તેમનો જીવન પ્રત્યેનો અભિગમ પોઝિટિવ હોય તો તેમને ટ્રીટમેન્ટમાં ફાયદો થાય છે અને રોગ સામે લડવામાં બળ મળે છે. આમ પણ સકારાત્મક અભિગમ ધરાવતા લોકો કયારે પાછા પડતા નથી. આ માટે ઉંદરો પર પ્રયોગ કરવામાં આવ્યા હતાં.

ઉંદરોના શરીરમાં સકારાત્મક અભિગમ આવે તેવી એન્ટિ-ટયુમર ઇમ્યુન રિસ્પોન્સ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. આ પ્રયોગના અંતે સાયન્ટિસ્ટોએ ઉપરોકત તારણ આપ્યું હતું. ૧૪ દિવસના પ્રયોગમાં જણાયું હતું કે ઉંદરોમાં ટયુમરની સાઇઝમાં પચાસ ટકા ઘટાડો જોવા મળ્યો હતો.

(4:11 pm IST)