Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પોલેન્ડમાં લોકોએ એક દિવસ મોબાઇલ વિના ગાળ્યો

લંડન, તા.૧૭: પોલેન્ડની વસ્તી આશરે ૩.૮૧ કરોડ છે અને દેશોમાં ૯૨ ટકા લોકો પાસે મોબાઇલ છે જે પૈકી ૫૭ ટકા લોકો પાસે સ્માર્ટફોન છે. આ દેશમાં લોકોને મોબાઇલ વિના ચાલતું નથી અને ફોન-એડિકશનના કારણે ઘણી સામાજીક સમસ્યાઓ ઊભી થઇ છે. લોકોને એકબીજા સાથે વાતચીત કરવાનો સમય મળતો નથી અને ઘરમાં જમતી વખતે કે ફિલ્મો જોતી વખતે પણ લોકો મોબાઇલને ચીટકીને રહે છે. લોકોમાં નર્વસનેસ વધી ગઇ છે. આ સિવાય આંખ અને સ્પાઇનલ કોર્ડની સમસ્યાઓના કેસ પણ વધવા લાગ્યા છે. લોકો હાઇપર-એકિટવ રહે છે. આથી ગયા રવિવારે 'ડે વિધાઉટ સેલ ફોન'દિવસ મનાવવામાં આવ્યો હતો. લોકોએ મોબાઇલને બંધ કરીને ઘર અને પરિવારના મેમ્બરો અને મિત્રો સાથે બેસીને વાતચીત કરીને દિવસ ગાળ્યો હતો. ઘણા લોકોએ ફેમિલી-મેમ્બર્સ સાથે પિકનિક મનાવી હતી.

(4:10 pm IST)