Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

સ્મોકિંગ કરનારા ૬૧ ટકા લોકોનાં મૃત્યુ સમય કરતાં વહેલાં થાય છે

લંડન, તા.૧૭: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા મુજબ ભારતમાં ૧૨ કરોડ લોકો સ્મોકિંગ કરે છે અને વિશ્વમાં ધૂમ્રપાન કરનારા લોકોમાં ભારતીયોનું પ્રમાણ ૧૨ ટકા જેટલું છે. ભારતમાં તમાકુના સેવનના લીધે દર વર્ષે ૧૦ લાખ લોકોના મૃત્યુ થાય છે અને તમાકુજન્ય પદાર્થોનું સેવન કરનારા લોકોમાં ૬૧ ટકા લોકો ૩૦ થી ૬૯ વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે. ભારતમાં ૨૬ ટકા લોકો તમાકુ કે તમાકુજન્ય પદાર્થોનું સેવન કરે છે. ૧૭ વર્ષની કુમળી વયે તમાકુ ખાતા લોકોમાં કાઉન્સેલિંગ કરીને તેમને તમાકુ ખાતાં રોકી શકાય એમ છે. ભારતમાં તમાકુ વિરોધી ઝુંબેશ મહત્વની છે, કારણ કે ભારતમાં થતા કેન્સરના કેસમાં પ૦ ટકા તમાકુના લીધે હોય છે. આમાં ૯૦ ટકા કેન્સર મોઢાના હોય છે અને આવા કેન્સરનું નિદાન થયાના ૧૨ મહિનામાં દર્દીનું મૃત્યુ થાય છે.

(4:09 pm IST)