Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મોડલે રેમ્પ-વોક કરતાં-કરતાં બેબીને બ્રેસ્ટ-ફીડ કરાવ્યું

અમેરિકાના ફલોરિડાના માયામી શહેરમાં રવિવારે રાતે યોજાયેલા એક સ્વિમસૂટ શોમાં મારા માર્ટિન નામની એક મોડલે રેમ્પ-વોક દરમ્યાન ચાલતાં-ચાલતાં પોતાની પાંચ મહિનાની દીકરીને બ્રેસ્ટ-ફીડ કરાવ્યું હતું.તેણે ગોલ્ડન રંગની બિકિની પહેરી હતી. આ શોમાં તે ફાઇનલ ૧૬માં સિલેકટ થઇ હતી. આ સ્પોટ માટે છેલ્લા એક વીકથી અમેરિકામાં હજારો મોડલોએ ઓડિશન્સ આપ્યાં હતા. આ સ્પર્ધામાં બ્રેના હકાબી નામની એક પેરાલિમ્પિયન પણ સિલેકટ થઇ હતી. હાડકાનું કેન્સર થવાને કારણે આઠ વર્ષ પહેલા તેનો જમણો પગ કપાવી નાખવો પડ્યો હતો. એ પછી તે સ્નોબોર્ડિગમાં સુવર્ણચંદ્રક પણ જીતી છે. નકલી પગ સાથે બાવીસ વર્ષની બ્રેનાએ પર રેમ્પ પર વોક કરીને આ સ્પર્ધામાં સૌને ચકિત કરી દીધા હતા.

(4:09 pm IST)