Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સોમલલીયાની રાજધાનીમાં એક હોટલ પર બંદૂકધારીઓએ કર્યો હુમલો

નવી દિલ્હી: સોમાલિયાની રાજધાનીમાં એક હોટલ પર કેટલાક બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. એક ઉગ્રવાદી આતંકવાદી જૂથ અલ શબાબે હોટલ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. હુમલામાં જાનહાનિના અહેવાલો પણ મળ્યા છે. સુરક્ષા દળોએ હોટલની ઘેરાબંધી કરી છે જે હજુ પણ ચાલુ છે. પોલીસે જણાવ્યું હતું કે, આત્મઘાતી વેસ્ટ પહેરેલા બંદૂકધારીઓએ રવિવારે સોમાલિયાની રાજધાનીમાં સરકારી અધિકારીઓમાં લોકપ્રિય હોટેલ પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હુમલામાં માર્યા ગયેલા લોકો વિશે તાત્કાલિક કોઈ માહિતી નથી મળી શકી. પરંતુ સુરક્ષા દળોએ વિલા રોઝ હોટલમાંથી મત્સ્યોદ્યોગ મંત્રી સહિત ડઝનેક નાગરિકો અને અધિકારીઓને બચાવી લેવામાં આવ્યા છે. જેઓ હુમલા સમયે હોટલની અંદર ફસાયેલા હતા. આતંકી સંગઠન અલ શબાબે આ હુમલાની જવાબદારી લીધી છે. આતંકવાદી જૂથે એમ પણ કહ્યું કે, તેના લડવૈયાઓ સોમાલિયાના રાષ્ટ્રપતિ મહેલ પર હુમલો કરી રહ્યા છે જે હોટલની નજીક છે. હોટેલ પર હુમલો કરનારા હુમલાખોરોની સંખ્યા તાત્કાલિક સ્પષ્ટ થઈ શકી નથી. ઉગ્રવાદી આતંકવાદી જૂથે ઘણીવાર એવી હોટેલોને નિશાન બનાવી છે જ્યાં સરકારી અધિકારીઓ ભેગા થાય છે અથવા મોટાભાગે હાજર રહેતા હોય છે. એવું કહેવામાં આવ્યું હતું કે, વિલા રોઝ હોટેલની ઘેરાબંધી રવિવારે મોડી રાત સુધી ચાલુ હતી. હોટેલ પર આતંકવાદી હુમલો શરૂ થતાં જ બે જોરદાર વિસ્ફોટ અને ભારે ગોળીબાર સંભળાયો હતો. પોલીસે પત્રકારોને જણાવ્યું હતું કે, કેટલાક સરકારી અધિકારીઓને બારીમાંથી ભાગ્યા બાદ બચાવી લેવામાં આવ્યા હતા. બચાવી લેવામાં આવેલા લોકોમાં દેશના મત્સ્યોદ્યોગ મંત્રી અબ્દિલાહી બિધાન વારસામે અને સીનેટર દુનિયા મોહમ્મદ પણ સામેલ હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે આંતરિક સુરક્ષા મંત્રી મોહમ્મદ દુદિશે હુમલામાં ઘાયલ થયા છે. જો કે, તેની સત્યતાની પુષ્ટિ નથૂ થઈ શકી.

(6:10 pm IST)