Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

પોલેન્ડમાં તૈયાર કરવામાં આવ્યો વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પુલ

નવી દિલ્હી: પોલેન્ડમાં શનિવારે વિશ્વનો સૌથી ઉંડો સ્વિમિંગ પૂલ તૈયાર કરવામાં આવ્યો છે, જેની ઉંડાઇ 146 ફીટ (લગભગ 4પ મીટર) છે. આ પૂલમાં ઓલિમ્પિક સાઇઝના 27 સ્વિમિંગ પુલ જેટલું પાણી સમાઇ શકે છે. પોલેન્ડની રાજધાની વોર્સોથી લગભગ પચ્ચીસ માઇલ દૂર આવેલા મઝોનોવમાં બાંધવામાં આવેલા આ પૂલમાં સ્કૂબા-ડ્રાઇવરો તેમજ ડ્રાઇવરો માટે શિપનો ભંગાર પણ રાખવામાં આવ્યો છે. જેમાંથી તેઓ ચોક્કસ વસ્તુઓ પસંદ કરીને લઇ શકે છે. ડ્રાઇવરો માટે ટ્રેઇનીંગ સેન્ટર મનાતો હોવાથી આ પુલને કોરોના વાઇરસની મહામારીમાં ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ સ્વિમિંગ પુલમાં સ્કૂબા ડાઇવર્સ માટે પાણીની અંદરની ટનલ અને અન્ય સભ્યો માટે પૂલ તરફ પડતી હોટલરૂમ્સ તેમજ રેસ્ટોરાં અને કોન્ફરન્સ રૂમનો સમાવેશ છે.

(5:51 pm IST)