Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

યુ.એસ.માં પ્લેનમાં કરવામાં આવશે કોરોના વેક્સિનની ડિલિવરી

નવી દિલ્હી: અમેરિકામાં કોરોના વેક્સિનના વિતરણ માટે ચાર્ટર ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. યુનાઇટેડ એરલાઇન્સના વિમાનમાં ફાઇઝરની કોરોના વેક્સિનને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવી રહી છે. થોડા સમય અગાઉ ફાઇઝરે કહ્યું હતું કે, તેમની કોરોના વેક્સિન ૯૫ ટકા અસરકારક છે.

       ફાઇઝર કંપનીની યોજના પ્રમાણે, અમેરિકામાં વેક્સિનેશન સેન્ટરની બિલકુલ નજીક સુધી ફ્લાઇટ્સ દ્વારા જ વેક્સિનની ડિલીવરી કરવામાં આવશે. જો કે, ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી વેક્સિનેશન સેન્ટર સુધી વેક્સિન પહોંચવામાં ત્રણ દિવસ સુધીનો સમય લાગી શકે છે.

(5:49 pm IST)